અમરેલી જિલ્લાનું રાજકારણ હમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીનું રાજકારણ મોટા ઉથલ પાથલ થવાના એંધાણ છે. પહેલા કરેલા ભરતીમેળાનું અમરેલી ભાજપને હવે પરિણામ મળશે એવી ચર્ચાઓએ જોર પકડયું છે. અમરેલી જિલ્લાની એક વિધાનસભાના મોટા ગજાના નેતાઓ વિસાવદર વાળી કરવાના મૂડમાં આવ્યા છે.
અમરેલી જિલ્લાનું રાજકારણ એટલે રાજકીય લીપમસ ટેસ્ટ બરોબર છે. વર્ષ 2012માં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી ત્યારે ગુજરાતમાં આ પક્ષની ફક્ત બે બેઠકો જ આવી હતી. જેમાં એક બેઠક તો કેશુભાઈ પટેલની અને એક બેઠક અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠકની હતી. ગુજરાતમાં અન્ય પક્ષના નેતાઓને લાલ જાજમથી સ્વાગત કરનાર ભાજપમાં આ જ કારણે વિવાદની શરૂઆત થવા લાગ્યા છે. ત્યારે અમરેલીમાં પણ આ વિવાદના બીજ રોપાયા છે. આ સાથે જ હવે આ વિવાદ વધી રહ્યો છે. એક નેતા પોતાના પક્ષને રામ રામ કહી અને અન્ય આમ આદમી પાર્ટીનો સાથ લે તો નવાઈ નહીં.
ઘી ના ઠામમાં ઘી પડ્યું કે…
જૂની ભાજપ- નવી ભાજપના વિવાદમાં આવે વિસાવદરની એન્ટ્રી થઈ છે. એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે એક નેતા પક્ષ પલટો કરશે. પરંતુ બીજી ચર્ચાઓ એવી છે કે ઘી ના ઠામમાં હાલ તો ઘી પડી ગયું છે. પરંતુ જોવાનું રહ્યું કે, આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કેવા સમિકરણો તૈયાર થાય છે. આ સાથે એ પણ જોવાનું રહ્યું કે નવરાત્રી સુધીમાં મંત્રી મંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે તો અમરેલી જિલ્લામાં કોને મંત્રી મંડળમાં સ્થાન મળે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો