હું એક સ્ત્રી છું ! વર્કિંગ વુમન સાથે હાઉસ વાઈફ પણ છું.
આવી ઘણી મહિલાઓ છે .જે ઘર પરિવાર સાચવતા જોબ પણ કરે છે.
સવારના અલાર્મની સાથે વહેલા ઉઠીને ઘરના નાના મોટા બધાજ કામ સંભાળતી.
મંદિરમાં પૂજા પાઠ થી ચાલુ કરી જાણે એક મિનિટ વેસ્ટના જાય એમજ એકધારું કામ કરતી. વડીલોની સેવા એના માટે એક નર્સ પણ બની જાય . બાળકોની માતા એક ટીચર પણ બની જાય.પતિ માટે હંમેશા એક સરસ સ્માઇલ સાથે સામે આવતી એક સુંદર સ્ત્રી. એ સ્ત્રીને ક્યારેય હોલી ડે નથી આવતો .
અત્યારે સમય જોઈએ તો સ્ત્રી ઘરકામ પૂરતી સીમિત નથી .ઘર સાથે વર્ક કરીને પણ સંતુલન જાળવી રાખે છે .એક હાઉસ વાઈફ સાથે વર્કિંગ વુમનના બેઉ કિરદાર સાથે નિભાવે છે .
non-stop ચાલતી ક્યારેક હાથ પગ તો ક્યારેક દિમાગથી કામ કરતી .
થાકતી હરતી ફરી પાછા આગળ વઘતી.ભલે પોતાના માટે સમયના મળે છતાં .પરિવારને અને વર્ક માટે પૂરો સમય કાઢતી એ સ્ત્રી.
હાઉસ વાઈફ vs વર્કિંગ વુમન આ બેઉ કાર્ય સરાહના કરવા યોગ્ય છે.ઘર સંભાળવા સાથે જોબ કરવું અથવા જે પોતાનો કોઈ પણ બિઝનેસ કરવો . જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી સ્ત્રીનું સમય પત્રક નિશ્ચિત હોઈ છે.
સમય સમય પર જોઈને બધા જ કામો સંભાળે છે .
વેલણ સાથે કલમની સફર કરતી હું એક સ્ત્રી છું!
હું એક સ્ત્રી છું!
સવારે વહેલા ઊઠી મોડે સુવ છું ,
સવાર થી સાંજ મેનેજ કરું છું.
રસોડામાં એક કુક છું.
કોઈ વાર ડ્રાઈવર પણ બની જાઉં છું,
પતિ સાથે બેટર half છું.
પરિવારમાં બધાની બેસ્ટ ફ્રેન્ડ છું,
સ્કૂલ મિટિંગમાં પરફેક્ટ પેરેન્ટ છું.
વડીલો માટે એક નર્સ છું,
દોસ્તો સાથે હસી મજાક કરતી એક
નાદાન દોસ્ત છું.
ક્યારેક કોઈ માટે બોસ તો ,
ક્યારેક કોઈની મેમ છું.
થાકતી હરતી છતાં હાર તો નહીં જ માનતી.
વેલણ સાથે કલમ પણ ચલાવું છું.
ક્યારેક કઠોર તો ક્યારેક પ્રેમાળ
હું એક સ્ત્રી છું !
પરમાત્માની સુંદર રચના હું એક સ્ત્રી છું!
લેખક: રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા