અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે ગેરકાયદેસર દબાણ સામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગામના ગૌચરની જમીન પર ચકાભાઈ સોલંકી નામના વ્યક્તિએ કબ્જો કરીને ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું.
આ મામલે ગામલોકો સાથે દિનેશ પરમારે પણ મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરી હતી. તંત્રએ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવી દેવાયું. આ કાર્યવાહી પછી ગામમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો