અમરેલી: બગસરામાં છેલ્લા ઘણા સમયથી હિરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ છવાય ગયેલ જોવા મળી રહેલ છે. ત્યારે બગસરા હીરાઘસુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાચા હીરાને પૂરતા પ્રમાણમાં ના મળતા અને બનાવેલા હીરાની પણ પૂરતી લેવાલી ના આવતા હીરાના વેપારીઓ તેના કારીગરોને પૂરતા ભાવ ના આપી શકતા હોય જેથી કારીગરોને આર્થિક ભીંસ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
એક સમય એવો હતો બગસરા શહેર હીરાનું હબ ગણાતું હતું. ત્યારે શહેરમાં લગભગ 45 જેટલા કારખાના ચાલતા હતા જેમાં અંદાજે એક કારખાનામાં અંદાજે 4000 ચાર હજાર જેટલા કારીગરો કામ કરતા હતા જે હાલ આટલી ગંભીર પરિસ્થિતિમાં 22 જેટલા કારખાના ચાલી રહેલ છે. જેમાં અંદાજે 2000 જેટલા કારીગરો કામ કરી રહેલ છે. પણ આ કારીગરો પણ તન તોડ મહેનત કરવા છતાં પૂરતું વળતર ના મળતું હોવાથી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જયારે પલેહા કારીગરો અંદાજે મહિનાના 15 થી 20 હજાર કમાય લેતા હતા ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે 5000 પાચ હજાર જેવું માંડ કમાય શકે છે.
રશિયા અને યુક્રેન યુધ્ધની અસર !
જ્યારથી રશિયા અને યુક્રેન યુધ્ધ થયું ત્યારથી આજ દિન સુધી આ હીરાની ચમક જાણે સાવ નહિવત પ્રમાણ થય ગય હોય તેવું લાગી રહ્યું છે. તો આવી પરિસ્થિતિમાં હીરા ઘસુઓને પુરા ભાવ ના મળવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જયારે ટૂંક સમયમાં દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે આમજ ચાલશે તો આવા કારીગરોને દિવાળી ઉજવવી ખુબ મુશ્કેલ બની જશે.તો આવા તમામ કારીગરો અને કારખાના ધારાકોને પૂરતું કામ પણ મળે તેવી સરકારને એક નમ્ર અપીલ કરી પોતાની રજૂઆત મૂકી છે. ત્યારે આવા કારખાનેદારો પણ સરકારશ્રીને રજૂઆત કરી પોતાનું અને પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું ગુજરાત ચાલે તે માટે હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ફરીથી હીરાની આ ચમકથી બગસરા ચમકી ઉઠે તેવી નમ્ર અપીલ કરી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો