અમરેલી જિલ્લાના ધારી ખાતે લોહાણા મહાપરિષદ ની ઝોન 4ની ચિંતન શિબિરનું આયોજન કારવમાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદના ઝોન 4 ના અધ્યક્ષ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીનું સન્માન ધારી લોહાણા મહાજન તેમજ પ્રમુખ શ્રી ભરતભાઈ પોપટ દ્વારા કરવામાં આવેલ. આ સાથે જ બહાર ગામથી પધારેલ લોહાણા મહાજનના પ્રમુખોનું પણ સ્વાગત સન્માન કરવામાં આવેલ.

આ ચિંતન શિબિરમાં આપણે કઈ રીતે લોહાણા જ્ઞાતીને મદદ કરી શકીએ તેમજ સમાજના અમૂક મુદ્દાઓ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ધારી લોહાણા મહાજન દ્વારા આવેલા મહેમાનોનું સાલ ઓઢાડી અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ નાસ્તા તેમજ ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો