અમરેલી જિલ્લાના ધારી ખાતે શ્રી લોહાણા મહાપરિષદની ઝોન 4ની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં ઝોન 4 માં આવતા તામમ મહાજનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચિંતન શિબિરમાં લોહાણા સમાજને રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરવા મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ધારીના રામપરા ખાતે સતત 20 વર્ષથી ગ્રામપંચાયતના સદસ્ય રહેનાર અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર રહેનાર કાળુભાઇ (શેઠ) સેદાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધારી ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં લોહાણા મહાપરિષદના અધ્યક્ષ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ધારી ખાતે યોજાયેલ શિબિરમાં લોહાણા સમાજના રાજકીય આગેવાન શ્રી ચંદ્રકાંતભાઈ સેદાણી (કાળુભાઇ શેઠ)નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજના આગેવાનોને રાજકીય ક્ષેત્રે આગળ આવવા હંકાલ કરવામાં આવી હતી.