ગાંધીનગર: રાજ્યમાં રાજકીય હલચલ વચ્ચે આજે નવું મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારે સવારે 11:30 વાગ્યે શપથવિધિ સમારંભ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે.
વિશ્વસનીય સૂત્રો મુજબ, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને હર્ષ સઘવીને શપથ માટે ફોન મળ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ રિપીટ થયેલા મંત્રીઓને ફોન કરીને જાણ કરી હતી કે “આપણે સાથે છીએ, તમારે શપથ લેવો છે.” નવું મંત્રીમંડળ 27 સભ્યોનું પૂર્ણ કદનું કેબિનેટ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવા ચહેરાઓને પણ તક મળી શકે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે. નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાધાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીતને ફોન આવી ગયો છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણ કરી રહ્યા છે.જો કે રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે.પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સઘવીને ફોન આવી ગયો છે.
મહાત્મા મંદિરમાં શપથવિધિ સમારોહ માટે 300 જેટલા વીઆઈપી આમંત્રિતોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યો છે. તેમજ અન્ય વ્યક્તિઓ માટે સિલ્વર પાસની વ્યવસ્થા કરાઈ છે. સિલ્વર પાસના આમંત્રિતોની એન્ટ્રી માટે પાટનગર યોજના વિભાગના ગેટ નંબર 1ની જમણી બાજુ અલગ ગેટ બનાવવાનો હતો. જોકે કોઈ કારણસર સિલ્વર પાસ માટેનો ગેટ બન્યો નહીં હોવાથી બધાને ગેટ નંબર 1થી એન્ટ્રી અપાઈ રહી છે.