ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આજે સવારે લગભગ 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીઓના નામ ફાઇનલ કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને યાદી પણ સોંપી દીધી છે.
ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. યાદીમાં અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રિવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા છે. ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.