સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગોમટા ગામમાં આજે સવારે અચાનક હાહાકાર મચી ગયો, જ્યારે એક વાસ્તુ પ્રસંગમાં છાસ પીધા બાદ 70 થી વધુ લોકો ફૂડ પોઈઝનીંગનો શિકાર બન્યા. પ્રસંગ આનંદનો હતો, પરંતુ થોડા જ કલાકોમાં આખું ગામ ચિંતામાં ગરકાવ થઈ ગયું.

મળતી માહિતી મુજબ, પ્રસંગમાં ભોજન બાદ ઘણા લોકોની તબિયત લથડવા લાગી — બાળકો, મહિલાઓ અને યુવકોને ઊલટી, ચક્કર અને કમજોરી જેવા લક્ષણો દેખાવા લાગ્યા. તાત્કાલિક ગામલોકોએ આ બાબત આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

ત્યાં બાદ લીંબડી અને વઢવાણ સહિતની હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

આ મામલે આરોગ્ય વિભાગની ટીમો અને તાલુકા આરોગ્ય અધિકારીઓ તાત્કાલિક ગામે દોડી ગયા છે. ભોજનમાં ઉપયોગ થયેલી વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાથમિક તારણ મુજબ છાસમાં બેક્ટેરિયલ સંક્રમણ અથવા સંગ્રહ દરમિયાન બગાડ થવાથી ફૂડ પોઈઝનીંગની ઘટના બની હોવાનું અનુમાન છે. સ્થાનિક સ્તરે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે, પરંતુ ગામમાં હજી પણ ચિંતા અને ભયનું વાતાવરણ છવાયું છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો