અશોક મણવર, બગસરા/ બગસરા તાલુકાના વાજબી ભાવના દુકાનદારોએ તેમની વર્ષો જૂની અને અધૂરી રહેલી માંગણીઓને લઈને આજે બગસરા પુરવઠા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
આ આવેદનપત્ર બગસરા તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ ધીરૂભાઈ દેવમુરાની આગેવાની હેઠળ આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રની મુખ્ય માંગણીઓ
- વાજબી ભાવના દુકાનદારનો કમિશન વધારો કરવો.
- ઈ-પ્રોફાઈલમાં તકેદારી સહાયકનો ઉમેરો કરવો.
- સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ તૈયાર કરવાની સુવિધા આપવી.
- સિમિતના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશન અંગેનો પરિપત્ર રદ કરવો.
- કમિશનની સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવી.
- ટેક્નિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં ભરવા.આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જો માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો નવેમ્બર મહિનાના જથ્થાના ચલન નહીં ભરવા અને ૧ નવેમ્બરથી વિતરણથી અળગા રહેવા આવેદનપત્રમા ઉલ્લેખ કર્યો. આવેદનપત્ર આપતી વેળાએ ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના અનેક દુકાનદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.







