ગુજરાત ના ઈતિહાસ નો પ્રથમ ચુકાદો આપતી અમરેલી સેશન્સ કોર્ટે…

અમરેલીમાં ગૌવંશની કતલ કરનારા ત્રણેય આરોપીઓને આજીવન સજા
સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતા ની ધારદાર દલીલો ને આધારે…

સેશન્સ જજ રીઝવાનાબેન બુખારી સાહેબ એ આપેલ ઐતહાસિક ચુકાદો…

બનાવની હકીકત એવી છે કે તા.૦૬/૧૧/૨૦૨3 ના રોજ આ કામના ફરિયાદી વનરાજભાઈ માંજરિયા ને બાતમી મળેલ કે અમરેલી બહારપરા, મોટા ખાટકીવાડ કોળીવાડના નાકે રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી તેના રહેણાંક મકાને હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક એવી ગાયોના વાછરડા, વાછરડી કતલ કરવાના ઇરાદે જોર જુલમીથી પકડી લાવી ઘરે કતલ કરી તે ગૌમાસ વેચે છે અને આ ધંધાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને લોહીનો બગાડ જાહેર ગટરમાં નાખી ઉપદ્રવ ફેલાવે છે જે બાતમીના આધારે આર.એન.માલકીયા એ.એસ.આઇ એ રેડીગ પાર્ટી તૈયાર કરી જેમાં પોલીસ ચિંતનભાઇ મારુ, જયદેવસિંહ ગોહિલ, હિમાલયભાઈ કાલાવાડીયા, મીનાબેન વાળા અને પંચો સાથે રાખી બનાવવાળી જગ્યાએ રેઈડ કરતા બનાવવાળી જગ્યાએથી આરોપી નંબર 1. કાસીમભાઈ હાજીભાઈ સોલંકી પકડાઈ ગયેલ તથા આરોપી નંબર 2. સતારભાઈ ઇસ્માઈલભાઈ સોલંકી તથા આરોપી નંબર 3. અકરમભાઈ હાજીભાઈ સોલંકી પોલીસ આવી જતા ભાગી ગયેલ અને આ આરોપીના મકાનમાં તપાસ કરતા રસોડામાં પશુના કતલ કરેલ હાલતમાં ટુકડા પડેલ હોય તેમ જ પૂંછડી અને ચામડું તથા પગના કટકા પણ ત્યાં પડેલા હોય અને પ્લાસ્ટિકની ડોલમાં નીકળેલો બગાડ તથા ગૌવંશ કતલ કરવાના સાધનો અને 40 કિલો ગૌમાંસ મળી આવેલ હોય અને આ કામની તપાસ પી એસ આઈ કે. એમ. પરમાર ના ઓ એ કરેલ હોય આ અંગેનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્પેશીયલ સરકારી વકીલશ્રી ચંદ્રેશ બી.મહેતાની ધારદાર દલીલો તથા રજુ કરેલ પુરાવાઓને આધારે સેશન્સ જજ રીજવાનાબેન બુખારી સાહેબ દ્વારા
ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૫ માં ત્રણેય આરોપીઓને આજીવન સજા અને દરેક આરોપી દીઠ રૂા. 5,૦૦,૦૦૦/- નો દંડ અને જો આરોપી દંડની રકમના ભરપાઈ ન કરે તો વધુ ૫ (પાંચ) માસ ની સજા તથા કલમ-૬ (ખ)માં ૭ વર્ષની સજા અને રૂા. ૧,૦૦,૦૦૦/- નો દંડ અને જો આરોપી દંડની રકમ ના ભરપાઈ ન કરે તો વધુ ૫ (પાંચ) માસ સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૪૨૯ માં ત્રણેય આરોપીઓને ૫ (પાંચ) વર્ષની સજા અને રૂા. ૫,૦૦૦/– નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૫ (પાંચ) માસની સજા કરેલ તથા ભારતીય દંડ સંહિતા કલમ-૨૯૫ માં ત્રણેય આરોપીઓને ૩ (ત્રણ) વર્ષની સજા અને રૂા. ૩,૦૦૦/- નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૩ (ત્રણ) માસની સજા કરેલ છે.
ચુકાદો આવતા જ ગુજરાત ના જીવદયા પ્રેમીઓમાં ખુશીની લાગણી છવાય ગયેલ છે.