અમરેલી જીલ્લાના ચિત્તલના પનોતા પુત્ર સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર સ્વ.બાલકૃષ્ણ દવેની સ્મૃતિમા વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત, બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા આયોજીત લોક સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટેનો શ્રેષ્ઠ એવોર્ડ ‘બાલકૃષ્ણ દવે એવોર્ડ- 2025 ‘ સમારોહ ચિતલના ભૂતપૂર્વ તબીબ ડો રાજેશભાઈ પટેલ અને ડો.ઉષાબેન પટેલના હસ્તે શશીભાઈને રૂપિયા 11000 નિધિ રૂપે અને શિલ્ડ અર્પણ કરી ભવ્ય બહુમાન કરેલ.દિપ પ્રાગટ્ય, ડૉ. રતિદાદા, ભક્તિ રામ બાપુ મહેન્દ્રભાઈ જોષી વગેરેના હસ્તે દ્વારા થયુ હતુ.કાર્યક્રમની શરૂઆતમા કૌશિકભાઇ દવે અને બીનાબેન શુક્લ દ્વારા ભજનો રજુ થયા હતા દિકરી નાવ્યા ડાભી દ્વારા ચારણ કન્યા કવિતા રજુ થઈ હતી.ત્યાર બાદ સૌરભ સાહિત્ય સંસ્થાન રાજુલાના સ્થાપક શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’ને એવોર્ડ એનાયત થયો હતો. સાથે અગીયાર હજારની ધન રાશિ, ફૂલહાર શાલ દ્વારા સન્માન થયુ હતુ. આશિર્વચન આપતા ગાયત્રી સંસ્કાર ધામ ચલાલાના પ.પુ. સંત રતીદાદા એ શશિભાઈને અભિનંદન અને આશિર્વાદ આપ્યા હતાને સુદઢ સમાજ નવરચનામા સાહિત્ય અને સાહિત્યકારોનુ મહત્વ સમજાવ્યુ હતુને એવોર્ડની ધન રાશિ વધારવાની જાહેરાત કરીને વધારાની દસ હજારની ધન રાશિ અર્પણ કરી હતી.ભક્તિરામ બાપુ- માનવ મંદિર સાવરકુંડલા એ શશિભાઈને શુભેચ્છાને આશિર્વાદ પાઠવ્યા જણાવ્યું હતું કે લોકસાહિત્ય એ સંસ્કૃતિનો પ્રાણ છે અને માનવ મંદિર સાવરકુંડલા હમેશા સાહિત્યકારોને અને સાહિત્યને પ્રોત્સાહિત કર્યું હતું રહ્યું છે એમ જણાવેલ શાસ્ત્રીશ્રી રજનીકાંત ભાઈ ભટ્ટ દ્વારા આગામી એવોર્ડમા પોતાનુ યોગદાન અગીયાર હજારની ધન રાશિ આપવાની જાહેરાત કરી હતી.અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયાએ ઉપસ્થિત કવિ લેખકોને બીરદાવ્યા હતા.મનુભાઈ ચૌહાણ વિરનગર દ્વારા બાલકૃષ્ણ ભાઈની જીવન ઝરમર વર્ણવી હતી. વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખશ્રી હિતેશભાઈ મહેતાએ બાલકૃષ્ણ લોકસાહિત્યના પ્રચાર પ્રસાર માટે એનાયત થતો હોવાનું જણાવેલ કાર્યક્રમનુ સંચાલન ધ્રુવ મહેતા દ્વારા કરવામા આવ્યુ.શશીભાઈનુ અમરેલી જીલ્લા વિ.હિ.પરિષદ,અમરેલી જીલ્લા બ્રહ્મસમાજ, ચીતલ ગ્રામ પંચાપત,આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી,વેપારી મંડળ ચિત્તલ, વિનયગ્રુપ ચિત્તલ, એકતા સહકારી મંડળી ચિત્તલ, જશવંત ગઢ લાતી બજાર એસો.,લોક સેતુ અમરેલી, નાગલોક કવિ મીત્ર મંડળ અમરેલી, બટુક હનુમાન યુવક મંડળ ચિત્તલ, દવે પરીવાર ચિત્તલ, નેત્રયજ્ઞ સમિતિ ચિત્તલ, સ્વદેશી મહીલા મંડળ ચિત્તલ વગેએ સન્માન કર્યુ હતુ.એવોર્ડ મેળવનાર શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામના વતની અને રાજુલા શહેર ખાતે સૌરભ સાહિત્ય સંસ્થાન દ્વારા નવોદિત સાહિત્ય સર્જકો કવિઓ, લેખકો તેમજ ભજન આરાધકો લોકસાહિત્યકારો, લોક ગાયકોને સ્ટેજ આપવાનું કાર્ય કરી રહેલ છે.સનાતન ધર્મના ભુલાયેલા મુલ્યો અને પુણ્યોને આમ માનવમા ફરી પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.આ આ તકે,વિજયભાઈ દેસાઈ- જીલ્લા પ્રમુખ વિ.હી.પ. અમરેલી, કાળુભાઈ ધામી- અગ્રણી, કોટેક્ષ ચિત્તલ, મોટાભાઈ સંવટ- મેને. જીવરાજ મહેતા ટ્રસ્ટ અમરેલી, સુખદેવસિહજી સરવૈયા- પ્રમુખ વેપારી મંડળ ચિત્તલ, જે.પી ડેર સાહેબ લોકસાહિત્યકાર, જોરુભાઈ ધાખડા લોકસાહિત્યકાર, બાબભાઈ કોટીલા ,ભૂપતભાઇ જોષી પત્રકાર રાજુલા,GTPL નેટવર્ક અનકભાઈ વાળા,પત્રકાર ઈરફાનભાઈ ગોરી,હસુદાદા જોષી, અશ્ર્વિનભાઈ ત્રીવેદી, વિજયભાઈ મહેતા સાવરકુંડલા, ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા વિપુલભાઈ લહેરી, પરેશભાઈ મહેતા, રાજુલા,ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈતેષભાઈ કે મહેતા ,કનુભાઈ લીંબાચીયા કવિશ્રી ‘કનવર’હસુભાઈ મહેતા બિપીનભાઈ અશોકભાઈ નિર્મળ, વાલ્મિકભાઈ દવે, મનસુખભાઈ નાડોદા, રંજનબેન ડાભી દિનેશભાઈ મેસીયા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.