બગસરા,રૂપેશ રૂપારેલીયા / બગસરા ની મેઘાણી હાઈસ્કૂલ ની ધોરણ ૧૧ની બાળા ઓએ દિલ્હી ખાતે ઓપન રાષ્ટ્રીય કક્ષાના યુવા મહોત્સવ માં ગુજરાતી લોક ગીત ‘મણિયારો’ રજૂ કરી સમગ્ર ભારત માં બગસરા જ નહીં સમગ્ર ગુજરાતને ભારત પ્રસ્તુતિ કરી બગસરા ને વધુ એક મોરવંતુ પીછું ઉમેરી કહ્યું છે હા અમે રાષ્ટ્રીય શાયર અને તેની કર્મ ભૂમિ જ્યાં લોક ગીતો મેઘાણીજીએ ભેગા કર્યા છે તેના વારસદાર છીએ આ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં બગસરા ની તરવાડીયા અમિષા, બોરીચા નિરાલી, સીસણાદા મમતા, મકવાણા અનિતા, અમર અસ્મા, વાળા સંધ્યા, ત્રિવેદી શ્રુતિ બહેનો બગસરા પરત ફરતા ઢોલ નગારા સાથે બગસરા ના મેઘાણી હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ જેઠવા સાહેબ તેમજ સમગ્ર મેઘાણી હાઈસ્કૂલ પરિવાર તેમજ બગસરા પાલિકા પૂર્વ પ્રમુખ એ.વી.રિબડીયા બગસરા નાગરિક મંડળી ના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા સૌરાષ્ટ્ર મંડળી ના ચેરમેન અનિલભાઈ વેકરીયા બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી બગસરા વેપારી મહામંડળ પ્રમુખ ભાવેશ મસરાણી બગસરા લેઉવા પટેલ સમાજ પ્રમુખ રમેશભાઈ સુવાગિયા બગસરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા સહિત પાલિકા ના ચૂંટાયેલા સદસ્યો સહિત બગસરા રાજકીય સામાજિક સહકારી આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નું સંચાલન સ્નેહી પરમારે કરેલ તેમજ આભાર વિધિ મનોજભાઈ મહિડાએ કરેલ