બગસરા રૂપેશ રૂપારેલીયા / ભારત દેશમા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવની ઉમંગ ભેર ઉજવણી થઈ રહીછે ત્યારે બગસરા શહેરમાં ભવ્યાતી ભવ્ય શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવ નિમિતે બગસરા શહેરમા ભવ્ય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા શોભાયાત્રાનુ આયોજન કરવામા આવેલ જે શોભાયાત્રા બગસરા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાની હતી તે તમામ માર્ગો શુશોભીત કરવામાં આવેલ.
શોભાયાત્રા બાદ ભવ્ય ધર્મ સભાનુ આયોજન કરવામાં આવેલ જેમાં નાનવા એવા બાળ શ્રીહમનુમાનજીના ઉપાસક એવા આર્યન ભગત તેમજ સ્થાનિક મંદિરોના સંતો મહંતો પોતાના આશિવચન આપી શહેરની ધર્મ પ્રેમી જનતાને ભગવાન શ્રીરામચંદ્રજીના મહિમા ગાવામાં આવ્યા ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જયારે આ શોભાયાત્રા ૨૬માર્ચ ગુરૂવારને બપોરના ૫ કલાકે શહેરના મુખ્ય માર્ગ જેવાકે શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર નવા જીનપરાથી આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.
શહેરના મુખ્ય માર્ગો જેવા કે કુંકાવાવ નાકા, આપાગીગા ગાદી મંદિર, વિજયચોક, ગોંડલીયા ચોક, હોસ્પિટલ રોડ, સરદાર ચોક, ગોકુળપરા પટેલવાડી, થાણા રોડ થઈ વાંઝા જ્ઞાતિ સમાજ પાર્ટી પ્લોટે પોલીસ સ્ટેશન પાસે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પૂર્ણાહુતિ બાદ મહા આરતી કરવામાં આવી ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ બાદ ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ આ તમામ હિન્દુ સમાજના આદ્યદેવ પ્રભુ શ્રીરામ જન્મોત્સવમાં જોડાયા હતા આ જન્મોત્સવનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા કરવામાં આવેલ આ મહોત્સવ માં બગસરા શહેર ના સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







