માનવ જીવન એક જ એવું છે જેમાં આ બધું જ જોઈએ છે. સુખ ,સુવિધા અને સગવડ .
રોજિંદા જીવનની કહાની
પણ શું ખબર છે ? આ ત્રણ ના અર્થ અલગ અલગ થાય છે .
ચાલો જરા જોઇએ .
સુખ : શું છે ?
જ્યારે માણસ પાસે બધું જ છે .
મોટું ઘર , મોટી ગાડી , સારો એવો બિઝનેસ ઘર પરિવાર અને સુખી એવી જીંદગી. આપણે બધા આને જ સુખ કહીએ છીએ ને ?
શું ખરેખર આજ સુખ છે ?
ત્યારે જેટલું વસાવિયે એટલું ઓછું લાગે .પૂરતી સગવડ હોવા છતાં આપણે નવું નવું લાવીએ.
હંમેશા સાયકલ વાળાને બાઈકની ઈચ્છા થાય .બાઇક વાળાને ફોરવિલ ની નાની ગાડી હોય એને મોટી ગાડીની .
પણ ત્યારે સુવિધા આપણા પૂરતી સીમિત છે તો પણ વધુ વધુ લેવાની ઈચ્છા .
ઈચ્છા ત્યારે પૂરું થાય જ્યારે પૂરતી સગવડ હોય .
જ્યારે આપણે થોડા માં પણ ખુશ રહી શકીએ છીએ .છતાં વધુ જોઈએ છે .હર એક માણસને વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રહે જ છે .
આજ મે એક દંપતીને જોયું .
રસ્તા પર નાની એવી સાયકલ હતી
એમાં પતિ સાયકલ ચલાવતો હતો, એની પત્ની પાછળ બેઠી હતી અને એના ખોળામાં નાનું બાળક હતું .
એ દંપતી ખૂબ ખુશ હતું ,
હતી એની પાસે એક સાયકલ પણ એની ખુશી અદભુત હતી. એ દંપતીના ચહેરા પણ સાચી સુખની ખુશી હતી.
જે કદાચ મહેલમાં રહેવા વાળા પાસે પણ નહિ હોય .
મને પણ ત્યારે વિચાર આવ્યો,
ક્યારેક માણસ મોટા બંગલામાં રહેવા છતાં ,મોટી ગાડીમાં હોવા છતાં ખુશ નથી હોતા . અને અમુક ઓછી સગવડ થી પણ ખુશ હોય છે .
સાચું સુખ આજ છે ને જે છે જેટલું છે એમ ખુશ રહીએ.
સુવિધા અને સગવડ કરતા સાચું સુખ શું છે એ મહત્વનું છે .
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
નીકાવા
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







