કહેવાય છે કે એક વરસાદના પાણીનું ટીપું દરિયાનું સામ્રાજ્ય ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે. આ વાત ફક્ત કહેવત પૂરતી સીમિત ન રહી અને આ ભાજપ પક્ષ પર લાગુ પડી આજથી 46 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી નામે એક રાજકીય પક્ષનું બીજ રોપાયું હતું જે આજે મોટું વટવૃક્ષ બન્યું અને દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે.
નિર્ણય શક્તિ, સતત મથતું રહેવું અને શીર્ષ નેતૃત્વની છેવાડાના માનવી સુધી પહોંચવાની ધગશ મજબૂત રાજકીય પક્ષનું નિર્માણ કરે છે. આ જ રીતે 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. અને ભાજપે પોતાની પ્રથમ લોકસભાની ચૂંટણી વર્ષ 1984માં લડી હતી. અને આ એ જ વર્ષ છે જેમાં કોંગ્રેસે ઇતિહાસ રચ્યો હતો. એક તરફ ભાજપે 1984માં બે બેઠકો પર જીત હાંસલ કરી હતી. સાથે જ કોંગ્રેસે આ જ વર્ષમાં ઇન્દિરા ગાંધીના અવસાનની સહાનુભૂતિ થકી 415 બેઠકો મેળવી હતી.
ભાજપની જીતમાં ગુજરાતનો ફાળો
ભાજપની સ્થાપન વર્ષ 1980માં થઈ હતી પરંતુ ભાજપને પ્રથમ ચૂંટણીમાં ફક્ત બે બેઠકો મળી હતી જેમાં એક બેઠક હતી. મહેસાણા. જેમાં એ. કે. પટેલે કોંગ્રેસના રાયંકા સાગરભાઈ કલ્યાણભાઈને હરાવ્યા હતા. જ્યારે બીજી બેઠકની વાત કરવામાં આવે તો ચંદુ પટલા જંગા રેડ્ડીએ આંધ્રપ્રદેશના હનમકોડામાં કોંગ્રેસના પીવી નરસિંહરાવ (X PM) ને હારનો સ્વાદ ચખાડ્યો હતો . મહત્વની વાત એ છે કે એક વખત નરસિંહરાવ આંધ્રપ્રદેશના CM પણ રહી ચૂક્યા હતા. આ સાથે જ પક્ષના સંપૂર્ણ પ્રદર્શન પર જો નજર કરવમાં આવે તો કુલ 229 ઉમેદવારને ભાજપે મેદાને ઉતાર્યા હતા. જેમાંથી બે એજ વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 103 ઉમેદવાર બીજા ક્રમાંક પર રહ્યા હતા. 81 ઉમેદવાર ત્રીજા સ્થાન પર રહ્યા હતા. અને 116 ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી. ભાજપને 1,84,66,137 મત એટલે કે કુલ 7.4 ટકા મત મળ્યા હતા.
સંઘર્ષ, સત્તા અને જીત
ભાજપે કેન્દ્રમાં ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. અને ત્યાર બાદ ભાજપનો ગ્રાફ ઉપર ચાલ્યો અને કોંગ્રેસનો ગ્રાફ નીચે આવતો ગયો આ સાથે વચ્ચેનો સમય એવો પણ હતો જેમાં કોંગ્રેસ ફરી મજબૂત બની હતી. પરંતુ ભાજપની સત્તાની શરૂઆત ખૂબ જ રસપ્રદ હતી.1996 નું વર્ષ ભાજપ માટે ઐતિહાસિક હતું. 1996માં ભાજપના નેતૃત્વ હેઠળના NDA એ કેન્દ્ર સરકાર બનાવી. ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. વાજપેયીજીએ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે શપથ લીધા, પરંતુ તેમની સરકાર ફક્ત 13 દિવસ ચાલી. લોકસભામાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા અને અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

ત્યાર બાદ 1998માં, BJPએ મોટી સફળતા મેળવી હતી. ભાજપે 182 બેઠકો પર જીત હાંસલ કરી હતી. બીજી તરફ કોંગ્રેસે 141 બેઠકો જીતી.વર્ષ 1998માં NDAએ ફરીથી કેન્દ્રમાં સરકાર બનવાવી હતી. પરંતુ એપ્રિલ1999 માં વાજપેયી સરકારને ગ્રહણ લાગ્યું. ગઠબંધનના સાથીદાર AIADMK એ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો અને 17 એપ્રિલ, 1999ના રોજ વાજપેયી માત્ર એક મતથી બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ ગયા અને તેમને ફરીથી રાજીનામું આપવું પડ્યું. વર્ષ 1999 ફરી ચૂંટણી યોજાઇ અને ભાજપ તેમના ટેકેદાર પક્ષો સાથે રહી અને સરકાર રચવામાં સફળ રહી જેમાં ભાજપની કમાન ફરી એક વાર બાજપેયીને સોંપાવમાં આવી. હતી. જો કે વર્ષ 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી.
વર્ષ 2014ની ચૂંટણી ભારતના રાજકારણમાં એતિહાસિક માનવામાં આવે છે. કારણ કે આ ચૂંટણીમાં, ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ 336 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 282 બેઠકો મેળવી હતી. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UPAને ફક્ત 59 બેઠકો મળી હતી. જેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2019ની ચૂંટણી અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અને સાથી પક્ષની મદદથી NDAએ સરકાર બનાવી અને 2019 અને 2024માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







