અશોક મણવર, બગસરા/ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્થિત બાળ કેળવણી મંદિરમાં ગ્રીષ્મ વેકેશન દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કિશોરભાઈ હરિભાઈ દડિયા પરિવારના સહયોગથી અને બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ સાત દિવસથી આ શિબિર સફળતાપૂર્વક ચાલી રહી છે.
આ શિબિરમાં દરરોજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ. વિવિધ શિક્ષણ ટીમ દ્વારા બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ અને સર્જનાત્મકતા વિકસે.
શિબિરમાં બાળકોના શારીરિક, માનસિક અને ભાષાકીય વિકાસને ધ્યાનમાં રાખીને બાળ વાર્તાઓ, બાળ ગીતો, વૈજ્ઞાનિક પ્રયોગો, રમકડાં આધારિત શિક્ષણ તેમજ અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. ખાસ કરીને વેકેશન દરમિયાન બાળકો મોબાઇલથી દૂર રહે અને ઉપયોગી પ્રવૃત્તિઓ તરફ વળે તે શિબિરનો મુખ્ય હેતુ રહ્યો.
આ ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા અને આ પ્રકારની પ્રવૃત્તિઓને વખાણી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







