અમદાવાદ શહેરમાં પ્રેમ માટે અપરાધ સુધી પહોંચેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવા અને અંગત ખર્ચ માટે એક પ્રેમી યુવાન ચોરીના રસ્તે ચડ્યો હોવાનું બહાર આવ્યું છે. **અમદાવાદ**માં ઝોન-1 LCB પોલીસે સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી 12 જેટલી મોંઘી સ્પોર્ટ્સ બાઇક કબજે કરી છે.

ઝોન-1 LCBને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી પાર્ક કરેલી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી સુનિલ, કૈલાશ અને બ્રિજેશની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલ્યું કે એક આરોપી રાજસ્થાનના શિહોરીનો રહેવાસી છે જ્યારે બે આરોપી ડુંગરપુરના રહેવાસી છે. મુખ્ય આરોપી સુનિલકુમાર પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જનરલ પાર્કિંગમાં લાંબા સમયથી ઉભી રહેલી સ્પોર્ટ્સ બાઇક શોધતો હતો.

આ કેસમાં મુખ્ય આરોપી થાવા, વિકાસ અને પ્રવીણ હજુ ફરાર છે. થાવા અન્ય બે આરોપીઓને સાથે લઈ આવતો અને પોતાની પાસે રાખેલા હથિયારથી બાઇક સ્ટાર્ટ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

5 મહિનાથી કરતાં હતા ચોરી
કૈલાશ નામનો આરોપી થલતેજ વિસ્તારમાં રહેતો હતો અને બહારથી આવતા આરોપીઓ તેના ઘરે રોકાતા હતા. છેલ્લા પાંચ મહિનાથી આ ગેંગ સ્પોર્ટ્સ બાઇક ચોરીનું રેકેટ ચલાવી રહી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ પોતાનું અંગત કામ ચલાવવા અને ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવા માટે ચોરી કરતા હતા. સ્પોર્ટ્સ બાઇકની રી-સેલ વેલ્યુ સારી હોવાથી તેઓ ખાસ કરીને આવી બાઇકને નિશાન બનાવતા હતા.

આ વિસ્તારમાંથી ચોરી હતી બાઇક
પોલીસે વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સાબરમતી અને સોલા પોલીસ સ્ટેશન વિસ્તારથી ચોરી થયેલી કુલ 12 સ્પોર્ટ્સ બાઇક જપ્ત કરી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો