ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન ધારી ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠક રવિવાર, ૧૦ મે ૨૦૨૬ના રોજ સાંજે ૫ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી, સ્ટેશન રોડ, ધારી (અમરેલી) ખાતે યોજવામાં આવી હતી. સમાજમાં સેવા, સમર્પણ અને પરિવર્તનના સંકલ્પ સાથે યોજાયેલ આ બેઠકમાં સમાજના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રથમ કારોબારી બેઠકમાં અતિથિ વિશેષ તરીકે શ્રી રાજુભાઈ શીંગાળા (પ્રદેશ ઉપ-પ્રમુખ, ભાવનગર ઝોન-4) અને મુખ્ય મહેમાન તરીકે શ્રી યોગેશભાઈ ઉનડકટ (પ્રદેશ ઉપ-પ્રમુખ, ગીર સોમનાથ ઝોન-3) હાજરી આપી હતી.
અમરેલી જિલ્લા લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પોપટે જણાવ્યુ હતું કે રઘુવંશી લોહાણા સમાજ ફોરમ અમરેલી જિલ્લાની પ્રથમ કારોબારી મિટિંગ યોજાઇ હતી. જેમાં અલગ અલગ હોદ્દાઑ આપી અને ૪૫ સભ્યોની કારોબારી તૈયાર કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ અમરેલી જીલ્લામાં અમારું સંગઠન મજબૂત કરવા અને સમાજના કાર્યો કરવા કટિબદ્ધ થયા છીએ. આ કારોબારીમાં અમરેલી જિલ્લાના ૧૫ મહાજનના પ્રમુખો અને તેના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં એજ્યુકેશન અને સમાજના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.







