અમરેલી ખાતે સંતશ્રી હરિરામબાપા ટ્રસ્ટ તથા લોહાણા યુવક મંડળ દ્વારા આયોજિત જ્ઞાતિ રત્નોનું સન્માન સમારોહ તેમજ સંતશ્રી હરિરામબાપા ટ્રસ્ટની વેબસાઇટ તથા એપ્લિકેશન અમરેલી જિલ્લા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ પોપટના હસ્તે લોન્ચ કરવામાં આવી.

અમરેલી શહેરમાં સંત શ્રી હરિરામબાપા સેવા ટ્રસ્ટ તેમજ લોહાણા યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના શ્રેષ્ઠજનોનું સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં રાજ્ય અને જિલ્લાની રાજકીય, સામાજિક તથા વ્યાપારી ક્ષેત્રની અનેક પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોહાણા સમાજ માટે સતત કાર્યશીલ રહેનાર અને અડધી રાતનો હોંકારો એવા અમરેલી જિલ્લા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ પોપટનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ સંતશ્રી હરિરામબાપા ટ્રસ્ટની વેબસાઇટનું લોન્ચિંગ ભરતભાઈ પોપટના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, પી. પી. સોજિત્રા સહિત જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા