અમે ગુજરાતી લેરી લાલા,
ગુજરાતની વાત આવે એટલે હર કોઈ ના મોઢા પર એક જ આવે
ગુજરાતીની મીઠાશ. કેમ કે ગુજરાતની ધરતી પર રહીને જેટલો પ્રેમ ગુજરાત સાથે છે એટલી જ ગુજરાતી ભાષા સાથે પણ છે. અને હોવો પણ હોય
કેમ કે આપણે તો ગુજરાતી હો.
ગુજરાતની પાવન ભુમી જ્યાં દ્વારકાધિશ પણ જન્મ લે છે .એના થી પાવન ભુમી બીજી ક્યાં હોય.
આ બધું આપણે બધા જાણીએ જ છીએ .પણ શું અપનાવીએ છીએ?
વર્તમાન યુગ ચાલે છે જે જનજીવન પણ ગૂગલ પર આધારિત થઈ ગયું છે.
ગર્ભમાંથી બાળક ડિજિટલ જ્ઞાન સાથે જ જન્મ લે છે .
ગર્ભ સંસ્કાર શું કદાચ અમુક માતાઓ ને પણ ખબર નહિ હોય.
ગુજરાતની ભૂમિ પર રહી ગુજરાતી ભાષા સાથે લગાવ નથી રહ્યો.
માતૃભૂમિ સાથે માતૃભાષાનો પ્રેમ પણ જરૂરી છે .
અમુક બાળકોને ગુજરાતી ભાષા આંકડામાં અધરી લાગે છે,તો પછી વ્યાકરણ તો બહુ દુરની વાત છે . આગળ જતાં આવું જ રહે તો શું સ્થિતિ થશે ??
એક નાની શરૂઆત મતાઓ કરી શકીએ , અંગ્રેજી ભાષા શીખીએ પણ આપણી માતૃભાષાને આગળ રાખીએ . શુધ્ધ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીએ . અને આપણી આવનારી પેઢીને વારસામાં સુંદર મજાની ગુજરાતી ભાષા આપીએ .
ઘણા મહાન વ્યકિતઓ જે ગુજરાતમાં જ નામ રોશન કરી ગયા .
કર્મ થી ગુજરાતી જન્મ થી ગુજરાતી મારી કલમ સાથે હું કલમકાર છું ગુજરાતી .
મને તો ગર્વ છે હું ગુજરાતમાં છું.
મારી ભાષા ગુજરાતી છે .
“માતૃભાષા મારું ગૌરવ ”
આપણી બારાક્ષરીના અક્ષર એબીસીડીના અક્ષર કરતા વધુ છે .એમાં પણ બહુમતી ગુજરાતીની છે તો આપણે શું કામ ગુજરાતી સુંદર ભાષાનો ઉપયોગ સરખી રીતે ના કરી શકીએ .
ગુજરાતી ભાષાને હંમેશા આગવું સ્થાન આપવું.હર એક ગુજરાતીની
ફરજ છે .
બધા સાથે મળીને એક પ્રયત્નો કરીએ.ગુજરાતના પ્રેમ સાથ મીઠી મધુરી ગુજરાતી ભાષાને પણ પ્રેમ કરીએ.
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
નીકાવા







