બાંધુ સ્નેહ વહાલ અને હેતની ડોર ખમ્મા વીરાને ને જાઉં વારણે રે લોલ .
એક એક તાંતણાનું ઋણ ચૂકવ્યું હતું શ્રી કૃષ્ણ એ દ્રોપદીના ચિર પૂરી ને , દ્રોપદીના એક પુકાર થી આવી પહોંચ્યા શ્રી કૃષ્ણ.
મહાભારત સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલને મારે છે ત્યારે તેના હાથના અંગૂઠા માંથી લોહી વહે છે . ત્યારે દ્રોપદી પોતાની સાડી માંથી છેડો ફાડી શ્રી કૃષ્ણના હાથે બાંધે છે.ત્યાર થી ભગવાન શ્રી કૃષ્ણ તેના ઋણી બની જાય છે . અને દ્રોપદીના ચીરહરણ માં એક ચિરના બદલે હજારો ચિર પુરે છે .
રક્ષાબંધનની શરૂઆત ત્યાર થી થઇ હતી .
મનુષ્ય અવતાર મળતાજ ઘણાં સંબંધો જીવનમાં મળે છે.એમાંથી એક પવિત્ર સંબંધ એટલે ભાઈ સાથે બહેનનો , મોજ મસ્તી અને અખૂટ સ્નેહથી ભરેલો ભાઈ બહેનનો સંબંધ .
ભાઈ એટલે ભાગ્ય થી મળેલી ઈશ્વરની અમૂલ્ય ભેટ .ભાઈ નાનો હોય કે મોટો એક બહેન માટે પિતા સમાન હોય છે .
રક્ષાબંધન એ ભાઈ બહેનનાં પવિત્ર સંબધને મજબૂત કરતો તહેવાર .એક બહેન જ્યારે ભાઈનાં કાંડે રાખડી બાંધે અને ઓવારણાં લે છે .ત્યારે ભાઈ માથે થી ભાર ઉતરી જાય છે .બહેનની રાખડી ભાઈની રક્ષા કરે છે .રાખડી ભલે એક રેશમનો તાર હોય ,પણ એક બહેનનાં સ્નેહથી ભાઈના જીવન માટે રક્ષા કવચ બની જાય છે .ભાઈ એ રાખડીના બદલે બહેનને ભેટ આપે છે,ત્યારે બહેન ભાઈને સામા આશીર્વાદ આપ કે ભગવાન મારા વીર ને ખુશ રાખે .
બહેનના પગમાં ઠેસ વાગે તો બહેનના મોઢા માંથી નીકળે ‘ ખમ્મા મારા વીર ને”.આ શબ્દ થી એટલું તો કહી શકીએ કે ભાઈ બહેનના હર એક પગલે સાથે છે.
વર્તમાન સમયમાં જરાક નજર કરીએ તો ભાઈ બહેનના એવા પવિત્ર સંબંધને ક્યાંક કળિયુગનું ગ્રહણ લાગી ગયું હોય એવો ભાસ થાય છે.જે પ્રેમ સ્નેહ ભાઈ બહેનનાં પ્રેમમાં હતો એ આજ છે પણ, ક્યાંક કે ક્યાંક એ પવિત્ર સંબંધ અભડાય જતો હોઈ એવું સમાજમાં ઘણું આવું રોજ ને રોજ સાંભળીયે છીએ . વર્તમાન સમયમાં તહેવારો મોજ મસ્તી માટે ઉજવાઈ રહિયા છે.
કળિયુગમાં ખરેખર સાચું રક્ષાસૂત્ર શું છે ?
જ્ઞાન સાગર પરમાત્મા એ આપણને જે જ્ઞાન આપ્યું છે , ગુણ આપ્યા છે, પરિસ્થિતી સામે લડવાની શક્તિ આપી છે. પોતાનું મનોબળ આપ્યું છે . એ જ્ઞાનસૂત્ર સાચું રક્ષાસૂત્ર છે . ઈશ્વરની ગુણ શકિત અને પવિત્રતાને જ્યારે આપણે ધારણ કરીએ એ સાચું રક્ષાસૂત્ર છે. પરમાત્માનો ઉપદેશ અંતર મન થી સાંભળીને એના આપણાંથી બાંધીએ એ સાચા અર્થ માં રક્ષાસૂત્ર છે .પોતાના મનને ઇશ્વર સાથે બાંધવું.
રૂપલ ધર્મેશભાઈ ગંગજળીયા
(નિકાવા )
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







