અશોક મણવર, બગસરા: કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ‘ધબક અમરેલી SPNF પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ની વાર્ષિક સાધારણ સભા (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. બગસરા શહેરમાં શ્રી અજર અમર આશ્રમ, હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને વધુ સશક્ત બનાવવા, યોગ્ય માર્ગદર્શન આપવા અને ખેતી પેદાશો માટે બજાર ઉપલબ્ધ કરાવવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
કૃષિ અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત
AGMમાં કૃષિ તેમજ સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વિવેકભાઈ તળાવિયા (સંગમ ફાઉન્ડેશન), પ્રફુલભાઈ સેંજળિયા (કૃષિ ક્રાંતિ), માધવભાઈ જોશી (CBBO), કુલદીપભાઈ દીક્ષિત (FWWB), દેવચંદભાઈ સાવલિયા (બાળકેળવણી મંદિર) અને ડૉ. કિશન સાહેબ (GNFSU-અમરેલી) સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતોની હાજરી
બગસરા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી આધારિત અભિયાનમાં રસ દાખવીને આ પહેલને સમર્થન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને વધુ વિસ્તારો સુધી પહોંચાડવા અને ખેડૂતોને તેના માટે જરૂરી સહયોગ આપવા અંગે ચર્ચા થઈ હતી.
ખેડૂતોને માદર્ગર્શન અને બજાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ
ધબક અમરેલી SPNF પ્રોડ્યુસર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર હરસુખભાઈ રામાણીએ જણાવ્યું હતું કે કંપનીનો મુખ્ય પ્રયાસ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને સશક્ત બનાવવાનો રહેશે.
તેમણે જણાવ્યું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે યોગ્ય માર્ગદર્શન, જરૂરી સહયોગ અને તેમની પેદાશો માટે યોગ્ય બજાર મળી રહે તે દિશામાં કંપની સતત કામગીરી કરશે.
પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો સંકલ્પ
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાથી ખેડૂતોમાં નવી પદ્ધતિઓ અંગે જાગૃતિ વધે અને કૃષિ ક્ષેત્રમાં વધુ ટકાઉ અભિગમ વિકસે તેવા પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી.
અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરાયો
વાર્ષિક સાધારણ સભાના અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો, ખેડૂત મિત્રો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બગસરામાં યોજાયેલી આ AGM દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોમાં જાગૃતિ અને સહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







