WWEના જાણીતા ભારતીય રેસલર ‘ધ ગ્રેટ ખલી’ એટલે કે દિલીપ સિંહ રાણાની કારને હરિયાણાના પાણીપતમાં અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ટોલ પ્લાઝા નજીક તેમની SUV બીજા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારને નુકસાન થયું અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખલીના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી.

જોકે, ખુદ ખલીએ વીડિયો શેર કરીને પોતાની તબિયત અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે અને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

અકસ્માત બાદ ખલીએ પોતે આપી હેલ્થ અપડેટ

અકસાનની ચર્ચા વચ્ચે ખલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ચાહકોને તેમની સ્થિતિ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે અકસ્માત બાદ ઘણા મિત્રો અને ઓળખીતાઓએ તેમને ફોન તથા મેસેજ કરીને સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

ખલીએ સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ ગંભીર નુકસાન થયું નથી. તેમણે એમ પણ જણાવ્યું કે તેમની કારને થોડું નુકસાન થયું છે, પરંતુ તે મોટી ચિંતાની બાબત નથી. રેસલરે ચાહકોની ચિંતા અને શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો તથા લોકોને પોતાનું પણ ધ્યાન રાખવાની અપીલ કરી.

અકસ્માતનો વીડિયો થયો વાયરલ

ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં ખલી ક્ષતિગ્રસ્ત કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. ત્યારબાદ તેઓ નજીકમાં રહેલા બીજા વાહન તરફ જતા નજરે પડે છે.

કારને થયેલું નુકસાન જોઈને સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી ફેલાયો હતો. તેના કારણે ચાહકોને ખલીને કોઈ ગંભીર ઈજા થઈ હોવાની આશંકા હતી. જોકે, ખલીએ પોતે આપેલી માહિતીથી આ ચિંતા દૂર થઈ છે.

તેમણે એ પણ જણાવ્યું કે તેઓ ઇચ્છતા નહોતા કે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર કોઈ વાત ફેલાય, કારણ કે તેમના મતે ઘટના ગંભીર નહોતી. પરંતુ અકસ્માતનો વીડિયો વાયરલ થતાં મામલો લોકો સુધી પહોંચ્યો.

ચાહકોનો આભાર માન્યો

ખલીએ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરનારા ચાહકોનો દિલથી આભાર માન્યો. તેમણે કહ્યું કે લોકો તેમની કેટલી કાળજી રાખે છે તેનાથી તેઓ ભાવુક થયા છે.

અંતમાં તેમણે સૌને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી અને ‘જય ભારત’ કહીને વીડિયો પૂર્ણ કર્યો.

કોણ છે ધ ગ્રેટ ખલી?

દિલીપ સિંહ રાણા વિશ્વભરમાં The Great Khali તરીકે ઓળખાય છે. ભારતના સૌથી જાણીતા પ્રોફેશનલ રેસલર્સમાં તેમનું નામ સામેલ છે. WWEમાં પ્રવેશ કર્યા બાદ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ લોકપ્રિયતા મળી હતી.

રેસલિંગની દુનિયામાં આવતા પહેલાં ખલી પંજાબ પોલીસ સાથે પણ જોડાયેલા હતા. તેમની અસાધારણ ઊંચાઈ અને શરીરની મજબૂત કાયા તેમની ખાસ ઓળખ બની. વર્ષ 2000ની આસપાસ તેમણે પ્રોફેશનલ રેસલિંગમાં કારકિર્દી શરૂ કરી અને ત્યારબાદ WWE સુધી પહોંચ્યા. WWEમાં ભારતીય રેસલર તરીકે તેમના આગમનથી ભારતમાં રેસલિંગને લઈને લોકોની રુચિમાં પણ મોટો વધારો થયો.

WWEમાં ખલીની એન્ટ્રીએ બનાવ્યો હતો અલગ ક્રેઝ

WWEમાં ‘ધ ગ્રેટ ખલી’ના નામે ડેબ્યૂ કર્યા બાદ તેઓ ઝડપથી વૈશ્વિક રેસલિંગ ફેન્સમાં લોકપ્રિય બન્યા. તેમની વિશાળ કાયા, અલગ રેસલિંગ સ્ટાઇલ અને રિંગમાંની હાજરી તેમની ઓળખ બની ગઈ. આજે પણ ભારતમાં ખલીની મોટી ફેન ફોલોઈંગ છે. તેથી તેમના અકસ્માતના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકોની ચિંતા જોવા મળી હતી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો