જામનગર નજીક ચેલા-ચાંગા વિસ્તારના હાઈવે પર રવિવારની રાત્રે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે ચકચાર મચી છે. બાઈક, ઓટો રિક્ષા અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આશરે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, લાલપુર તરફ જતા હાઈવે પર કેટલાક બાઈકર્સ બેફામ ઝડપે રેસ લગાવી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈકની ઓટો રિક્ષા અને કાર સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે.

ચેલા-ચાંગા હાઈવે પર રવિવાર રાતે ગમખ્વાર અકસ્માત

ચેલા-ચાંગાના પાટિયા નજીક અકસ્માતની ઘટના બની હતી. રવિવારે રાત્રે ભોડેશ્વર મહાદેવના દર્શન માટે જઈ રહેલા લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા.

શ્રાવણ મહિનાના સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જામનગરથી પગપાળા ભોડેશ્વર મહાદેવ મંદિર તરફ જતા હોય છે. આવી સ્થિતિમાં અકસ્માત સર્જાતા આસપાસથી પસાર થઈ રહેલા પદયાત્રીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બાઈક-રિક્ષા-કાર વચ્ચે જોરદાર ટક્કર

અકસ્મતમાં બાઈક, ઓટો રિક્ષા અને કાર એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે જ 3 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે બાઈક સવાર હોવાની માહિતી છે.

અકસ્મતમાં આશરે 10 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ ઉપરાંત બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે એક નાના બાળકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઈજાગ્રસ્તોને 108 મારફતે GG હોસ્પિટલ ખસેડાયા

અકસ્મતની જાણ થતાં તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

અકસ્મતના સમાચાર ફેલાતા જ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. બીજી તરફ હોસ્પિટલમાં પણ પરિવારજનો અને લોકોના ટોળા જોવા મળ્યા હતા.

જોખમી બાઈક રેસિંગ સામે લોકોમાં રોષ

જામનગર શહેર તેમજ આસપાસના હાઈવે પર બેફામ ઝડપે બાઈક ચલાવવાની અને જોખમી સ્ટંટ કરવાની ઘટનાઓ સામે અગાઉ પણ સવાલો ઉઠતા રહ્યા છે. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ફરી એકવાર રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જાહેર રસ્તાઓ પર આવી રીતે જોખમી રેસિંગ કરનારા બાઈકર્સ સામે કડક કાર્યવાહી ક્યારે થશે?

જાહેર માર્ગો પર થતી આવી બેફામ રેસિંગ માત્ર બાઈકચાલકો માટે જ નહીં, પરંતુ રસ્તા પર મુસાફરી કરતા નિર્દોષ લોકો માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. ચેલા-ચાંગા હાઈવેની આ ઘટના ફરી એકવાર ટ્રાફિક નિયમોનું પાલન અને જોખમી ડ્રાઈવિંગ સામે કડક અમલની જરૂરિયાત દર્શાવે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો