અમરેલી, તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ – ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ધારી ખાતે આગામી તા. ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મહિન્દ્રા CIE ઓટોમોટિવ લિ., રાજકોટ દ્વારા આઈ.ટી.આઈ. પાસઆઉટ તાલીમાર્થીઓની ભરતી કરવામાં આવશે. ભરતી માટે સ્નાતક, ડિપ્લોમા એન્જિનિયર, મિકેનિક ડીઝલ, એમ.એમ.વી., ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, પ્લમ્બર, ટર્નર તથા મશીનિસ્ટ ટ્રેડના ઉમેદવારોને તક આપવામાં આવશે. ઉમેદવારો માટે અંદાજિત રૂ. ૧૩,૦૦૦થી રૂ. ૧૫,૦૦૦ માસિક પગાર નક્કી કરવામાં આવ્યો છે.
ઇચ્છુક ઉમેદવારોએ ભરતી મેળામાં આધાર કાર્ડ તથા શૈક્ષણિક લાયકાતના જરૂરી દસ્તાવેજો સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તુલસીશ્યામ રોડ, હિમખીમડી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
જરૂરી લાયકાત ધરાવતા આઈ.ટી.આઈ. પાસઆઉટ તાલીમાર્થીઓને આ રોજગાર ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવે છે
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







