ધારી તાલુકાના લાખાપાદર ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે ‘આશીર્વાદ દીવડા’ પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 6 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્યમાં સહભાગી બની હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશના વિવિધ વિસ્તારોમાં આશીર્વાદ અને શુભેચ્છા સાથે દીપ પ્રાગટ્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાન મોદીએ પણ 17 સપ્ટેમ્બરના રોજ ‘આશીર્વાદ કા દીયા’ને લોકોના સ્નેહ અને આશીર્વાદની વિશેષ અભિવ્યક્તિ ગણાવી હતી.

રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

લાખાપાદર રામજી મંદિર ખાતે યોજાયેલા દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા. દીવડા પ્રગટાવી કાર્યક્રમમાં સહભાગી બનેલા ગ્રામજનોએ પ્રસંગને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.

વિવિધ આગેવાનો અને અધિકારીઓની હાજરી

કાર્યક્રમમાં ચલાલા PSI ગઢવી, રામજી મંદિરના પૂજારી રમેશભાઈ લશ્કરી, ધારી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રતાપભાઈ ભીચરિયા, લાખાપાદર ગામના સરપંચ અજયભાઈ વાળા તેમજ તલાટી-કમ-મંત્રી કર્મજીતભાઈ ખાડક સહિતના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રાગટ્ય દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

‘આશીર્વાદ દીવડા’ કાર્યક્રમ બન્યો આકર્ષણનું કેન્દ્ર

લાખાપાદરમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને સ્થાનિક સ્તરે પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. રામજી મંદિર ખાતે એકત્ર થયેલા ગ્રામજનોએ દીપ પ્રાગટ્યમાં ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસે મળેલા સ્નેહ અને આશીર્વાદ બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો