સાગર સોલંકી, સુરત / સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારને હચમચાવી નાખતી કરુણ ઘટના સામે આવી છે. પત્નીના મોતના ત્રણ દિવસ બાદ 40 વર્ષીય પતિ સિદ્ધાર્થ ખેરનારે પણ જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ પત્નીએ એક સાથી કર્મચારી સાથે જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની સાથે તેમના સંબંધ અંગેની જાણ થતાં પતિ સિદ્ધાર્થ ખેરનાર ઊંડા આઘાતમાં સરી પડ્યા હોવાનું પરિવારજનો તરફથી જાણવા મળ્યું છે.

પત્નીના મોત બાદ પતિ આઘાતમાં, પરિવારજનો સાંત્વના આપતા રહ્યા

પત્નીના વિયોગ બાદ સિદ્ધાર્થ ખેરનાર ભારે માનસિક આઘાતમાં હોવાનું પરિવારજનોના જણાવ્યા મુજબ સામે આવ્યું છે. પરિવારજનોએ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા જ દિવસોમાં બનેલી બીજી દુઃખદ ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

આ ઘટનામાં પરિવારના બે સંતાનોએ ટૂંકા ગાળામાં માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર બનાવને પગલે પરિવારજનોમાં ભારે કલ્પાંત અને શોકનો માહોલ જોવા મળ્યો છે.

વરાછા પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની પરિસ્થિતિ અને સંબંધિત તમામ પાસાં અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કરુણ ઘટનાએ પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો