ભારત દેશ ની સવોઁચ સહકારી સંસ્થા એટલે નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા ( NCUI)ના ચેરમેન ની ચુંટણી યોજાઇ હતી જેમા ગુજરાત રાજ્ય ભાજપ ના નેતા અને દેશ ના અગ્રણી સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરિફ ચુંટાઈ આવ્યા છે.નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયાની સ્થાપના 1929 મા થઈ હતી.સંસ્થા ની સ્થાપના વખતે તેમનુ નામ ઓલ ઇન્ડીયા કો ઓપરેટીવ ઇન્સ્ટિટ્યૂટ એસોસિએશન હતુ. ત્યારબાદ 1961 મા સંસ્થા નુ નામ નેશનલ કો ઑપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા રાખવામા આવેલ છે.સંસ્થા ની મુખ્ય કામગીરી માં દેશ મા સહકારી પ્રવૃતિ ને વેગ આપવો, આંતરરાષ્ટ્રીય સહકારી પ્રવૃતિ વધારવી. હાલમા દેશ ની સ્ટેટ અને મલ્ટી સ્ટેટ લેવલ ની 242 સંસ્થા NCUI ની મેમ્બર્સ છે.
નેશનલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા ના 18 ડાયરેક્ટર ની ચુંટણી યોજાઇ હતી જેમા શ્રી દિલીપ સંઘાણી સહિત 16 ડાયરેક્ટર બિનહરિફ ચુંટાય આવ્યા હતા.
હાલ મા શ્રી દિલીપ સંઘાણી ઇફકો ના વાઇસ ચેરમેન ત્થા ગુજકોમાશોલ ના ચેરમેન પદે ,કામગીરી કરી રહયા છે. આ અગાઉ તેઓ ચાર ટમઁ સાંસદ, ત્રણ ટમઁ ધારાસભ્ય, બે વખત ગુજરાત સરકાર મા મંત્રી તેમજ નાફસ્કોબ ના ચેરમેન ત્થા નાફેડ ના વાઇસ ચેરમેન તરીકે પણ રહી ચુકયા છે.