અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાને રાખીને પોલીસ અધિક્ષક દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ બહાર પાડી તાત્કાલિક અસરથી ૧૨ જેટલા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ ફેરબદલમાં લાઠી, બાબરા, અમરેલી શહેર, અમરેલી રૂરલ, બગસરા, લીલીયા અને સાવરકુંડલા સહિતના મહત્વના પોલીસ મથકો તથા વિશેષ શાખાઓના પોલીસ ઇન્સ્પેક્ટર (પો.ઇન્સ.) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પો.સ.ઇ.)ની નવી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ બદલી હુકમ અનુસાર લાઠી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.બી.ઔસુરાની બાબરા પોલીસ સ્ટેશન ખાતે, બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.આર.પરમારની અમરેલી શહેર પોલીસ સ્ટેશન ખાતે, અમરેલી શહેર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.ઝાલાની લાઠી પોલીસ સ્ટેશન ખાતે, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ઓ.કે.જાડેજાની બગસરા પોલીસ સ્ટેશન ખાતે, બગસરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.કે.ગોલવેલકરની પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રીડર શાખામાં (સાથે એલ.આઇ.બી.નો વધારાનો ચાર્જ), રીડર શાખાના પો.ઇન્સ. આર.વાય.રાવલની અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અને લીલીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.ડી.સાળુંકેની એન્ટી નાર્કોટિક્સ વિંગ ખાતે (સાથે એ.એચ.ટી.યુ.નો વધારાનો ચાર્જ) બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાએ વંડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.જે.રામાણીની લીલીયા પોલીસ સ્ટેશન ખાતે (ઇન્ચાર્જ પો.ઇન્સ. તરીકે), પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ. એન.જી.સાપરાની વંડા પોલીસ સ્ટેશન ખાતે (ઇન્ચાર્જ પો.ઇન્સ. તરીકે), અમરેલી શહેર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એન.બી.ભટ્ટની પેરોલ ફર્લો સ્ક્વોડ ખાતે, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. બી.પી.પરમારની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તેમજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એચ.એમ.અગ્રાવતની સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની બદલીવાળી નવી જગ્યાએ હાજર થઈ કચેરીને રિપોર્ટ કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

અહેવાલ મેહુલ ત્રિવેદી, અમરેલી