ગુજરાતી સાહિત્યમાં પોતાની ઓળખ બનાવી શબ્દોના બ્રહ્માંડને સજાવી લેખિકા રૂપલ ધર્મેશ ગંગાજળિયાની પુસ્તકકૃતી ” અનુભૂતિઓનું આકાશ ”
જાણીતા એવા પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત થઈ છે .
આ પુસ્તકમાં સંબંધોનો સરવાળો, લાગણીઓનું ગણિત , આધ્યાત્મિકતા સાથે જીવનના વિવિધ તબક્કે માણસની જે મનોદશા ઊભી થાય છે જે શબ્દોમાં રજૂ કરવામાં આવી છે . લેખિકાએ પોતાના અનુભવો દ્વારા માનવીની અંતરમનની લાગણીઓ સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે .
આ પુસ્તકની વિશેષતા એ છે કે જીવનથી જોડાએલા હરએક શબ્દો ને સીધી સાદી અને સરળ ભાષામાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પુસ્તક વાંચકોને પોતાની જાતને સમજવા , સંબંધોનું મહત્ત્વ ઓળખવા અને જીવનને નવી દ્રષ્ટિથી નીહાળવા માટે પ્રેરિત કરે છે .
લેખિકા રૂપલ ડી. ગંગાજળિયા
માટે આ પુસ્તક તેમની સર્જનાત્મક સફરનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે . ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો એમનો પ્રેમ અને લેખન પ્રત્યેની તેમની લાગણીઓને વ્યક્ત કરે છે .
“અનુભૂતિઓનું આકાશ ” જ્યાં શબ્દો માત્ર વાંચવામાં નથી આવતા , પરંતુ હદયથી અનુભવવામાં આવે છે .
લેખિકા : રૂપલ ડી.ગંગાજળિયા
પ્રકાશન: પ્રવીણ પ્રકાશન , રાજકોટ
પુસ્તક : અનુભૂતિઓનું આકાશ
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







