પ્રકાશ કારીયા, ચલાલા : ધારી તાલુકાના લાખાપાદર ગામે ભારત સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ગામની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી પરંપરાગત રીતે ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કન્યા શાળાની દીકરીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉત્સવમય બન્યું હતું. ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો
કાર્યક્રમ દરમિયાન ખેતીક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા પ્રગતિશીલ ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભીમજીભાઇ કુંભાણી બેચરભાઈ ચાવડા, હરગોવિંદભાઈ તેરૈયા, નિખિલભાઈ કાંબરીયા અને નિકુલભાઈ કાથરોટીયા,યુનુશભાઈગગનિયા, નું સન્માન કરી તેમની ખેતીક્ષેત્રેની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે બગસરા શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારીયાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી અને લોકકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની યોજનાઓનો લાભ માત્ર કાગળ પર કે પ્રચાર પૂરતો સીમિત ન રહે, પરંતુ છેવાડાના વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતો સહિત દરેક જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓની સાચી સફળતા ત્યારે જ સાબિત થાય જ્યારે તેનો લાભ ગામડાંના છેવાડે વસતા સામાન્ય નાગરિક અને ખેડૂત સુધી પહોંચે. આ માટે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ સરકારની યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડવા તથા લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

કાર્યક્રમમાં ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા ધારી તાલુકા ભાજપના પીઢ વરિષ્ઠ આગેવાન ખોડાભાઈ ભુવા, ધારી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયતના સદસ્ય બાબાભાઈ વાળા, પોપટભાઈ દાફડા, યુવા આગેવાન અજયભાઈ વાળા. ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી સદસ્યશ્રીઓ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, સહિત કાર્યક્રમમાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, ભાજપના કાર્યકરો, ખેડૂતો, વહીવટી તંત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગામના માતાઓ, બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન શિક્ષક શ્રી જયરાજભાઈ માંજરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સુંદર આયોજન અને વ્યવસ્થાપન બદલ ઉપસ્થિત મહાનુભાવોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખેડૂત સમૃદ્ધિ એ જ રાષ્ટ્રની સમૃદ્ધિના ઉમદા સંદેશ સાથે લાખાપાદર ગામે યોજાયેલો પીએમ કિસાન ઉત્સવ દિવસનો કાર્યક્રમ ખેડૂતોમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવવાની દિશામાં પ્રેરણાદાયી બની રહ્યો હતો.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







