‘તું’, ‘હું’ અને એક કપ ચા … વાત સાંભળવામાં તો સાવ સામાન્ય લાગે, પરંતુ આ ચા શબ્દ કોઈને સમજાય નહીં, આતો અગણિત લાગણીઓનો મૌન ખજાનો છે .
ક્યારેક ખુશીનો અનુભવ કરવા માટે કોઈ મોટી ખુશી કે પળની જરૂર નથી હોતી. ‘ચા ’ શબ્દ ચા ના પ્રેમીઓ માટે છે, જેઓ એક કપ ચા સાથે પણ ખુશ થઈ શકતા હોય છે.
ઘણા સમયથી દૂર થઈ ગયું હોય એવું કોઈ એક ફ્રેન્ડ મળે, તો એની સાથે બધી જ વાતો કરતાં જાણે સમય ક્યાં પસાર થઈ જાય એની ખબર જ ન પડે. એ ખાસ દોસ્ત અને ખાસ ચા — બંનેની સાથે ઘરે બેઠાં જ એક મજેદાર ટ્રીપ બની જાય.
એમાંય ચા ના પ્રેમીઓ માટે તો હરહંમેશ ચા , ખુશીમાં ચા, અપસેટ હોઈએ ત્યારે ચા, ક્યારેક વરસાદ આવે ત્યારે ચા, ગમે તેવી ગરમી કેમ ન હોય પણ ચા તો જોઈએ જ.
મૂડ ગમે તેવો હોય, પણ જોઈએ “ચા”.
આ જીવન છે, ક્યાં સરળ છે! ક્યારેક થાક લાગે ખરો, ક્યારેક ગમતી – નગમતી પરિસ્થિતિઓ આવે, તો ક્યારેક ઘણા લોકો સમજે કે ન પણ સમજે… ત્યારે બસ, ત્યારે જ કોઈ એક વ્યક્તિ પાસે આવીને કહે, “લે, આ ચા પી , બધું સરખું થઈ જશે.”
ત્યારે ચા ની સાથે થતી આ લાગણીસભર વાત કદાચ મનનો બોજ હળવો કરી નાખે છે. એકબીજાની સમજણ જીવનને સરળ બનાવી દે છે.
પ્રેમ અને લાગણીથી ભરેલા સંબંધો એક કપ ચા સાથે જીવંત થઈ જાય છે.
તું, હું, અને એક કપ ચા
કદાચ જીવનની સૌથી સુંદર પ્રેમકથા પણ આટલી જ સરળ હશે, જેમાં કોઈ રાજમહેલ નથી કે કોઈ મોટી કહાની નથી. છે તો માત્ર એકબીજા માટેની સમજણ.
એક કપ ચા, માત્ર ચા નથી; બે માણસો વચ્ચે બચેલો થોડો સમય છે. ક્યારેક જીવનની ઘણી સમસ્યાઓમાં એક સંભાળનારની જરૂર હોય છે.
ક્યારેક એક સામાન્ય ચા પણ અસામાન્ય પળની સાક્ષી બની જાય છે.
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
(નિકાવા)
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







