કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અજાત શત્રુ અહેમદ પટેલનું વહેલી સવારે નિધન થયું હતું અને અવસાન ના સમાચાર વાયુ વેગએ પ્રસરી ગયા હતા ત્યારે અહેમદ પટેલ ના પરથીવદેહ ને વડોદરા ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને વડોદરા થી તેમના દેહને અંકલેશ્વર લઈ જવામાં આવ્યો છે. ત્યાં સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાત્રિના પાર્થિવદેહને રાખવામાં આવશે.અને આવતી કાલે 26 નવેમબેરના રોજ સવારે 10 કલાકે પિરામણ ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે આ દરમ્યાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજીવ સાતવ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ વડોદરા એરપોર્ટ પહોચ્યા છે.

આવતી કાલે દફનવિધિમાં રાહુલ ગાંધી સવારે 7.30 એ સુરત પહોચશે અને સુરત થી પિરામણ જવા રવાના થશે અને અહેમદ પટેલની અંતિમ વિધિમાં રહેશે હાજર







