વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બે દિવસ માટે ગુજરાતની મુલાકાત આવશે. તેઓ આગામી તારીખ 14 અને 15 ડિસેમ્બરના રોજ કચ્છમાં રોકાશે. કચ્છમાં સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત તથા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે.

ઉલલેખનીય છે કે  છેલ્લા 3 મહિનાથી સતત વડાપ્રધાન મોદી  ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અહીં વિવિધ પ્રોજેક્ટના ખાતમૂહુર્ત, લોકાર્પણ કરે છે. જ્યારે હાલ માં છેલ્લે તેઓ એ વેક્સિનના પરીક્ષણનું નિરીક્ષણ માટે ગુજરાત આવ્યા હતા.