અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવરમાં આજે વહેલી સવારે એકાએક ભીષણ આગ લાગી હતી અને જોતજોતામાં આસપાસની અનેક દુકાનો આગની ઝપેટમાં આવી હતી, હાલ કોઈ જાનહાનિ ના સમાચાર મળી રહ્યા નથી. ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા
પરંતુ ઘટનાની જાણ થતાં જ પોલીસ તથા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. આગની ઝપેટમાં મોબાઇલ તેમજ જ્વેલર્સની દુકાનો ને વ્યાપક પાણી નુકશાન થવા પામ્યું છે હાલ હજુ કોઈ આગનું મુખી કારણ જાણવા મળ્યું નથી.