જેતપુર-ઢોળવા રોડ પર ચાલુ કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અચાનક આગ લાગતાં કારમાં સવાર લોકોએ બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા. જોકે સદનસીબે કારમાં સવાર 4 લોકો મોતના મુખમાંથી બચી ગયા છે. કારમાં સવાર 4 લોકો જીવના જોખમે નિકળી ગયાં હતાં. પરંતુ વિકરાળ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે. આગની ઘટનાથી રોડ પર થોડીવાર માટે વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. બીજી તરફ કારમાં સવાર તમામ લોકો દેવળા તરફ જતા હોવાનું સામે આવ્યું છે.