સોમવારે સાંજે અચાનક જ વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પૈકીની એક ગુગલની અનેક સેવાઓ ડાઉન થઈ ગઈ હતી . જેમાં મોટાભાગે જીમેલ, ગુગલ ડ્રાઈવ અને યુટ્યુબ પર સમસ્યા આવી રહી હતી . તેને લીધે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો .ગુગલની વિવિધ સેવાઓ કે જેમાં જીમેઈલ, યુટ્યુબ, અને ગુગલ સર્ચને લઈ યુઝર્સ માટે સેવા ખોરવાઈ ગઈ હતી. તો આ મુદ્દે ડાઉનડિટેક્ટરે આઉટેજની પણ પૃષ્ટી કરી હતી. યુટ્યુબમાં એક્સેસને લઈ સમસ્યા આવી રહી હોવાની યુઝર્સ તરફથી આશરે 9,000 જેટલા કેસ ડાઉનડિટેક્ટરમાં જોવા મળી રહ્યા હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સ્થિતિ જીમેઈલ અને યુટ્યુબની છે. ગુગલની સેવામાં ખોરવાઈ હોવાની ફરિયાદ યુરોપ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અમેરિકાના પૂર્વ તટ તથા આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયામાંથી પણ મળી રહી હતી.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં માત્ર યૂ-ટ્યુબ અને ઝી મેલ જ નહી પણ ગૂગલ ડ્રાઇવ, ગૂગલ મીટ જેવી કેટલીક જરૂરી એપ્સની સેવા ડાઉન થઇ હતી. લોકો સતત ગૂગલ ડાઉન હેશટેગ સાથે આ જાણકારી શેર કરી રહ્યા હતા . આ કારણે ગૂગલ ડાઉન અને યૂ ટ્યુબ ડાઉન હૈશટેગ ટ્વિટર પર સતત ટ્રેંડ કરી રહ્યું હતા