પ્રદેશ કોંગ્રેસ કમીટીમાં એક એવી વ્યકિત કે જેમના દ્વારા વર્ષ 1974 માં યુવાવસ્થામાં શરૂ કરવામાં આવેલ આંદોલનના પડઘા આજે પણ ઉદાહરણ તરીકે આપવા માં આવે છે, નવ નિર્માણ આંદોલન શરૂ કરનાર ઉમકાન્ત માંકડ જે NSUIને ગુજરાત માં લાવનાર અને યુવા અવસ્થા થી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ અને ગાંધી પરિવારના નિકટ તથા સત્યને સરાજાહેર બોલનાર એવા ઉમકાન્ત માંકડને આજે પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમણે આપવામાં આવેલ પત્ર માં જણાવ્યુ છે કે પક્ષ દ્વારા આપણે ખૂબ મહત્વ ની જવાબદારી આપવામાં આવેલ હતી આપનું વારંવાર દ્યાન દોરવા છતાં જાહેર માધ્યમો જેવાકે સોશિયલ મેસિયા દ્વારા પક્ષને નુકશાન થઈ તેવી પ્રવૃતિ ચાલુ રાખતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર આપને પક્ષ માથી તાત્કાલિક આસર થી સસ્પેન્ડ કરવામાં આવે છે.

ઉમકાન્ત માંકડ પક્ષના દરેક નેતા સાથે ધનિષ્ઠ સબંધ ધરાવે છે ઉપરાંત 80 વર્ષની વયે કોંગ્રેસની સેવા કરનાર માંકડને  સસ્પેન્ડ કરતાં રાજીવ ગાંધી ભવન માં સન્નાટો છવાઈ ગયો છે