2020 નું વર્ષ આપણા ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ જ ખરાબ નિવડ્યું હતું.વર્ષે 2020માં ઘણા દિગ્ગજ કલાકારોએ આપણા ફિલ્મ ઉદ્યોગને અલવિદા કહી દીધી છે. વર્ષ 2021 ની શરૂઆતમાંજ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી.આજે 89 વર્ષની ઉમરે બાંદ્રા ખાતે પોતાના નિવાસ સ્થાન પર લીધા અંતિમ શ્વાસ. ઉસ્તાદ ગુલામ મુસ્તફા પાસે લતા મંગેશકર પણ સંગીતનું જ્ઞાન લેયધુ હતું

ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનો જન્મ 3 માર્ચ 1931 ના રોજ ઉત્તર પ્રદેશના બડાઉનમાં થયો હતો. ઉસ્તાદ ગુલામ મુસ્તફાના શિષ્યોની વાત કરવામાં આવેતો લતા મંગેશકર, એ.આર. રહેમાન, સોનુ નિગમ ,હરિહરન, શાન, આશા ભોંસલે, ગીતા દત્ત, મન્ના ડે, આટલા દિગજજો એ તાલીમ લીધી છે. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનની ગણતરી શ્રેષ્ઠ સંગીતકારોમાં કરવામાં આવી હતી, જેના માટે ભારત સરકારે 1991 માં તેમને પદ્મશ્રી, 2006 માં પદ્મ ભૂષણ અને 2018 માં પદ્મવિભૂષણ એવોર્ડથી નવાજ્યા હતા.

ગુલામ મુસ્તફા ખાનના મૃત્યુ ના સમાચાર મળતાજ સંગીત ની દુનિયામાં સ્તબ્ધ છે લતા મંગેશકર અને એ.આર. રહેમાન સહિતના દિગજજોએ શ્રદ્ધાંજલી પાઠવી છે

લતા મંગેશકર એ ટ્વિટ કરી પાઠવી શ્રદ્ધાંજલી

એ.આર.રહેમાન એ ટ્વિટ કરી પાઠવી શ્રદ્ધાંજલી