કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા એ વર્ષ 2021ના પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ડો. ચંદ્રકાંત મહેતા સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ જ્યારે મહેશ-નરેશનું કનોડિયા બંધુ (મરણોત્તર), દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ(મરણોત્તર)ને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનીત કરવામાં આવશે.