ગત વર્ષના કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું જેને કારણે શાળા અને કોલેજો માં વર્ચુયલ શિક્ષણ નો પ્રારંભ થયો હતો અને શાળાઑ તથા કોલેજો બંધ કરવામાં આવી હતી અને કોરોના નું સંક્રમણ ઘટતા જ હવે તબક્કા વાર શાળાઓ ખોલવાણી મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠક માં ધોરણ 9 થી 11 ની શાળાઓ ખોલવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે જેમાં જણાવ્યુ છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરુ કરી શકાશે તથા રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે આ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.