પીઠવડી ગામે હાઈસ્કૂલ સામે ના પરા વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં કાયમી ધોરણે સાંજના સમયે જેમ લોકો ઘરે લાઇટ અને પંખો ચાલુ કરતા જાય તેમ તેમ લાઈટ ડીમ થતી જાય ત્યારે આ વાત પીઠવડી ગામ ના ભોતિક સુહાગીયા સુધી પહોંચતા જી.ઈ.બી. ના અધિકારીઓ સુધી આ વાત કરવામાં આવેલ છતાં પણ નિકાલ થયેલ ન હોય થોડા દિવસો પહેલા ભૌતિક સુહાગીયા દ્વારા કચેરીને તાળાબંધી નો કાર્યક્રમ આપેલ જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા સાહેબની દરમિયાનગીરીથી કાર્યપાલક ઇજનેર ચૌધરી દ્વારા ભૌતિક સુહાગીયા ને આગામી દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવેલ અને હાલ કેબલો બદલાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાયેલ છે…