દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી IPL-13 ની બીજી મેચ માં કિંગ્સ ઇલેવન પંજાબએ ટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં દિલ્હી કેપિટલ્સએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 157 રન કર્યા છે. જેમાં સ્ટોઈનિસ એ 3 સિક્સ અને 7 ચોકા ની મદદ થી 21 બોલ માં 53 રન ફટકાર્યા હતા તથા શ્રેયસ અયર એ 3 સિક્સ ની મદદથી 32 બોલ માં 39 રન ફટકાર્યા છે.તથા પંત એ 4 ચોકા ની મદદ થી 29 બોલ માં 31 રન ફટકાર્યા. આમ કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 158 રન નો લક્ષ્યાંક દિલ્હી કેપિટલ્સે આપ્યો.