ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટની  શ્રેણી રમાઈ રહી છે ત્યારે આજે  બીજી મેચ ચેન્નઈ ખાતે યોજાઇ છે આ ટેસ્ટ માં  ભારતીય ક્રિકેટ ટીમના  કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં મુખ્ય ત્રણ ફેરફાર કરાયા છે. શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને ટીમની બહાર કરાયા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ગુજરાતના અક્ષર પટેલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે.  જ્યારે નદીમની જગ્યાએ કુલદીપ યાદવ તથા બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ રમી રહ્યો છે

 ઇંગ્લેન્ડ ટીમ

રોરી બર્ન્સ, ડોમ સિબ્લી, ડેન લોરેન્સ, જો રુટ (કેપટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (ડબ્લ્યુકે), મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન

ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રૂષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ ,આર અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ભારતે પહેલી વિકેટ 0 રન માં ગુમાવી શુભમન ગિલ 0 રન માં ઓલી સ્ટોનનો શિકાર બન્યો