દાદરાનગર હવેલી ના સાંસદ સભ્ય મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટેલ માથી રહસ્યમય રીતે મળી આવ્યો છે. તેમનો લટકતી હાલતમાં જોવા મળ્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તપાસના પગલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તથા મૃતદેહને પોસ્ટમાર્ટ્મ માટે મોકલવામાં આવ્યો છે.
મોહન ડેલકરનો જન્મ 19 ડીસેમ્બર- 1962માં થયો હતો તેમના પિતા સંજયભાઈ ડેલકર વર્ષ 1967માં કોંગ્રેસ પાર્ટી માથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને દાદરા નગર હવેલીના સાંસદ બન્યા હતા ત્યારબાદ મોહન ડેલકર સક્રિય રાજકારણ માં આવવાની શરૂઆત કરી હતી તેમણે ટ્રેડ યુનિયન ના નેતા તરીકેની છબી વિકસાવી અને વર્ષ 1989માં દાદરાનગર હવેલી માટે લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી અને ચૂંટાઈ આવ્યા હતા
વર્ષ 1991 અને 1996 માં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા અને દાદરા નગર હવેલીના સાંસદ બન્યા હતા ત્યારબાદ વર્ષ 1998 માં ભારતીય જાનતા પાર્ટી માથી લડ્યા અને ફરી સાંસદ સભી બન્યા હતા વર્ષ 1999 માં અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા અને વિજય મેળવી હતી ત્યાર બાદ વર્ષ 2004માં ભારતીય નવશક્તિ પાર્ટી (બીએનપી) ના ઉમેદવાર તરીકે લોકસભામાં ફરીથી ચૂંટાયા. ત્યારબાદ ફરી કોંગ્રેસ પાર્ટી જોઇન કરી અને વર્ષ 2019 માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને ફરી દાદરા નગર હવેલીના સાંસદ બન્યા હતા અને વર્ષ 2020માં ત જાનતા દળ (યુનાઇટેડ) પાર્ટીમાં જોડાયા. આમ વર્ષ 1989થી 2021 સુધી માં કુલ 7 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા