ભારતભરમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણને દયાને લઈ જુનાગઢ માં યોજતો મહાશિવરાત્રી નો મેળો રદ્દ કરવામાં આવ્યો છે , રવાડી, શાહી સ્નાન જેવી પરંપરાઑ માત્ર સાધુ સંતો દ્વારા જાળવવામાં આવશે અને સામાન્ય લોકોને પ્રવેશ પર પ્રતિબંદ મૂકવામાં આવ્યો છે ત્યારે આજે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે આજથી એટલેકે 5 માર્ચ થી 11 માર્ચ સુધી રોપ-વે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઑ રોપ-વેમાં બેસવાના બહાને ભવનાથ ણ આવે તે માટે રોપ-વેને પણ 11 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યું છે. હાલમાં ઓનલાઇન બૂકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે .