રાજયની પબ્લિક ચેરીટી એકટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ  પાંજરાપોળોનુંદ ધ્યાન દોરતા જણાવવાનું કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્રારા રખડતા ગૌવંશના પશુઓ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવે છે તે બાબતે નાણાકીય વર્ષ–ર૦ર૦–ર૧ માટે બોર્ડની રખડતા ગૌવંશના પશુઓના નિભાવ માટે સહાયની યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website :  http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આઈ–ખેડુત પોર્ટલ પર તા. ૦૬–૦૩–ર૦ર૧ થી તા.૧૪–૦૩–ર૦ર૧ દરમ્યાન અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી ફોર્મમાં જણાવેલ બિડાણ સહિત અરજી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. ૭/ર,ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર પર બોર્ડને તા.૧૮/૦૩/ર૦ર૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓને અસ્વીકૃત કરવામાં આવશે જેની નોંઘ લેવી ઘટે.
ફેબુ્રઆરી ર૦ર૧ સુધીના ગૌવંશના રખડતા પશુઓ માટે અરજી કરવાની રહેશે તેમ સભ્ય સચિવ સહ સંયુકત પશુપાલન નિયામક ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ યોજનાઓનો લાભ લેવા પાંજરાપોળોને ગુજરાત રાજય સરકારના એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણીએ અપીલ કરી છે.