NHAI ( નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા ) દ્વારા ટોલ ટેક્સ પર 5% નો વધારો લાગુ કરવાની તૈયારી માં છે , 1 એપ્રિલ થી રાષ્ટ્રીય ધોરીમાર્ગોની મુસાફરી મોંઘી થશે . NHAI મુજબ દરરોજ કુલ 100 કરોડ થી વધુના ટોલ ટેક્સ નું કલેકશન ભારતમાથી થઈ રહ્યું છે જ્યારે ગત ફેબ્રુઆરી માસમાં 1 દિવસ નું સૌથી વધુ 104 કરોડ ના ટેક્સ નું કલેકશન ભારત માથી કરવામાં આવ્યું હતું.
ફાસ્ટટેગ ફરજિયાત થતાં ટોલ ટેક્સની આવક માં વધારો થયો છે ત્યારે હવે NHAI દ્વારા વધુ 5 % નો વધારો આગામી 1 એપ્રિલ થી કરવામાં આવી રહ્યો છે આ સાથે જ મંથલી પાસ માં પણ રૂપિયા 10 થી લઈ અને 20 સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારાથી સામાન્ય લોકોની સાથે વ્યાપારી વાહનો પર વેરાનો બોજો વધશે.