અમરેલીનાં જેસીંગપરામાં શિવાજી ચોકમાં બિનકાયદેસર રીતે સરકારી જમીન ઉપર રર દુકાનો ઉભી કરનાર ર1 વેપારીઓ વિરૂઘ્ધ મામલતદારે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં વેપારી આલમ અને સરકારી જમીનમાં દબાણ કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે.
અમરેલીનાં પ્રવેશદ્વાર સમાન જેસીંગપરાનાં શિવાજી ચોકમાં માર્ગની બાજુમાં વર્ષોથી કેબિનો આવેલ હોય પાલિકાનાં શાસકોએ કેબિનો હટાવીને તમામ કેબિનધારકોને કેબિનની પાછળની સરકારી જમીન ઉપર પાકી દુકાનો બનાવી દેવાની ખાત્રી આપીને પાછળની જમીન સરકારી હોય ઠરાવ કરીને મહેસુલી વછડા સમક્ષ સરકારી જમીન પાલિકાને ફાળવવા દરખાસ્ત રજૂ કરતાં મહેસુલીવડાએ તે દરખાસ્ત મહેસુલી વિભાગ-ગાંધીનગર મોકલી આપેલ.
મહેસુલ વિભાગ નિર્ણય લે પહેલા જ કોઈ ખાનગી કોન્ટ્રાકટરને રર દુકાનો બનાવી આપવાનો કોન્ટ્રાકટ આપીને દુકાનો બનાવી નાખેલ તે અંગે કોઈએ ખાનગી ફરિયાદ કરતાં મહેસુલ વિભાગે દુકાનધારકો પાસેથી આધાર-પુરાવા માંગેલ જે રજૂ ન થતાં અને સરકાર જમીન પર કોઈપણ પ્રકારની મંજૂરી વગર દુકાનો બનાવાઈ હોવાનું બહાર આવતાં કલેકટરનાં આદેશથી મામલતદારે ર1 દુકાનધારકો વિરૂઘ્ધ લેન્ડ ગેબ્રિંગનો ગુન્હો દાખલ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.